પોલીસે 30 કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી પગપાળા ચાલી વાહન વ્યવહાર સુચારૂ બનાવ્યો હતો
December 13, 2025
0
ભચાઉ તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રસ્તો રોકો આંદોલન અંતે પૂર્ણ થયું છે. છેલ્લા 5 કલાકથી વધુ સમય સુધી ભચાઉ–સામખિયાળી નેશનલ હાઈવે પર ખેડૂતો દ્વારા ચક્કા જામ કરવામાં આવતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે બંને બાજુ લાંબા વાહનના થપ્પા લાગી ગયા હતા.આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સમસ્યાઓને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ ચર્ચા કરવામાં આવી હતી
તથા યોગ્ય પગલાં લેવા માટે ખાતરી આપવામાં આવી હતી. તંત્રના આશ્વાસન બાદ ખેડૂતો દ્વારા શાંતિપૂર્વક રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રસ્તો ખુલ્લો થતા જ ભચાઉ પોલીસ સ્ટેશનના જાંબાઝ પીઆઇ શ્રી એ.એ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા રાત્રિના 3:30 વાગ્યા સુધી સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે 30 કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી પગપાળા ચાલી વાહન વ્યવહાર સુચારૂ બનાવ્યો હતો અને ફસાયેલા વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા.ભચાઉ પોલીસની આ પ્રશંસનીય કામગીરીના કારણે નેશનલ હાઈવે પર ફરીથી સામાન્ય વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો હતો.
Share to other apps

