ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્રારા આયોજિત કિસાન અધિકાર જન જાગૃત અભિયાન રથયાત્રાની આજે શરૂઆત...
October 26, 2025
0
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્રારા આયોજિત કિસાન અધિકાર જન જાગૃત અભિયાન રથયાત્રાની આજે શરૂઆત કરવામાં આવી હતી કુંજીસર ગામથી શરૂઆત કરવામાં આવી હતી.બંધણી,અમરસર,નેર, કડોલ,કંથકોટ,તોરણીયા,લખપત અને આધોઇ મધ્યે જન સભા યોજી હતી જેમાં સમગ્ર તાલુકા માંથી અને વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા હતા દરેક ગામડા માંથી ખેડૂતો વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ તેમજ ખેડૂતો પાસેથી પણ ઢગલા બંધ પ્રશ્નો આવ્યા હતા ખેડૂતોએ ટાવર લાઇન વીજળી,પાકના ભાવ રાસાયણિક ખાતર પાક વીમા યોજનાઓ વિશે ભારતીય કિસાન સંઘના આગેવાનો દ્રારા રજૂઆત કરી તેમજ સંગઠન આગેવાનો પાસે રજૂઆત કરી સંગઠન આગેવાનો દ્રારા આ બાબતે અત્યાર સુધી સરકાર સમક્ષ થયેલી રજૂઆતોનો વિશ્લેષણ કર્યું અને ભવિષ્યમાં સરકાર આ ૧૦ પ્રશ્નોના ઉકેલના લે તો ભુજ મધ્યે દોઢ લાખની સંખ્યા ભેગી કરવામાં આવશે તેમાં ખેડૂતોને પધારવા આમંત્રણ આપ્યું દરેક ગામડેથી ખેડુતોએ પણ
આ બાબતે વચન આપ્યું અને વર્તમાન સરકાર સામે સૌ લોકોએ એકી સાથે મોટો આક્રોશ ઠાલવ્યો ખેડૂતો અને ખેતી જ આ દેશનું હદય છે હદય બંધ થઈ જશે તો ભારત માતાને પરમ વૈભવના શિખરી પહોચાડવા છે એ સપનું ક્યારેય સાકાર નહીં થાય એ વાત સૌવે સમજવી જરૂર છે આ રથયાત્રા દરમિયાન ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના આ લડતના કન્વીનર શિવજીભાઈ બરડીયા જિલ્લાના ઉપ પ્રમુખ ભચાભાઈ,જીલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ છાંગા,જિલ્લા સદસ્ય ડાયાભાઇ ચાવડા,તાલુકાના સહ પ્રચાર પ્રમુખ જયરામભાઈ શેખાણી,દામજીભાઈ બાળા,તાલુકાની વિવિધ ટીમો અને ગામના ખેડૂતો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા..
...
Share to other apps

