વોટ્સઅપનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યાંક ભડકાઉ ભાષણ તો ક્યાંક વાયરલ વીડિયો, અરે હદ તો ત્યારે થાય છે કે હવે આ ગ્રૂપનો ઉપયોગ અશ્લીલતા માટે થઈ રહ્યો છે. આવી વિચિત્ર ઘટના (BJP mission 2029) ભાજપના વોટ્સઅપ ગ્રુપમા જોવા મળી છે. નેતાઓ ભાન ભૂલી ધડાધડ અશ્લીલ ફોટો મૂકી રહ્યા છે. ગ્રૂપમાં મહિલા સભ્યો હોવા છતાં લાજ મૂકી ફોટો મુકવાની જાણે હોડજામી હોય તેમ ગ્રૂપનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભાજપનું વોટ્સએપ ગ્રુપ હળી મળી તાલુકામાં વિકાસના કામો માટે બનાવામાં આવ્યું છે પણ ગ્રુપમાં નેતાઓની હરકતો જોતાં તો એવું લાગી રહ્યુ છે કે ગ્રુપ 'કામ'ના માટે બનાવ્યું હોય, ભૂલથી નહીં પણ જાણી જોઈએ વારંવાર જાણે ફોટો મુકવાની રેસ લાગી હોય તેમ અશ્લીલ ફોટો ગ્રૂપમાં મૂકવામાં આવ્યા. ગ્રુપમાં સામેલ મહિલા સભ્યોનો પણ વિચાર ન કરી આ હરકતો કરતાં હવે સોશિયલ મીડિયામાં આ ગ્રુપ વિશે ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ પણ આ જ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકાયા હતા. તેમ છતાં ફરી વખત વારંવાર ફોટો મૂકવામાં આવતા મહિલા સભ્યોને ગ્રુપ માંથી લેફ્ટ થવાની ફરજ પડી છે. શ્લીલ ફોટોના સ્ક્રિન શોટ્સ વાયરલ થયા છે.

