અહેવાલ : જયેશ ધેયડા ભચાઉ કચ્છ
પાણી સમસ્યા ઉકેલો: ભચાઉ નગર પાલિકા સામે ટાટા નગરના નાગરિકોની માંગ
December 03, 2025
0
ભચાઉ શહેરના ટાટા નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પીવાનો પાણી બંધ થતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સતત રજૂઆતો છતાં પાણી સપ્લાય ન મળતા આજે ટાટા નગરના રહેવાસીઓએ ભચાઉ નગર પાલિકા કચેરી ખાતે પીવાના પાણી અંગે રજૂઆત કરી હતી નાગરિકોએ જણાવ્યું કે, ૧૫ દિવસથી પાણી ન મળતા દૈનિક જીવન ઉપર ગંભીર અસર પડી રહી છે, તેમ છતાં નગર પાલિકા તંત્ર ગહેરી ઊંઘમાં હોવાથી સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ સક્રિય પગલાં હાથ ધરવામાં આવ્યા નથી. લોકોના મતે, સમયસર પાણી ન મળવું એ તંત્રની બેદરકારી અને વ્યવસ્થાપનનો અભાવ દર્શાવે છે.સ્થાનિક લોકોએ નગર પાલિકાને તાત્કાલિક પાણી ચાલુ કરવા માગણી કરી હતી અને ચેતવણી આપી હતી કે, જો સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ કડક બનાવવામાં આવશે.ભચાઉ નાગરિકોમાં પાણી સમસ્યાને લઈને અસંતોષ વધતો જઈ રહ્યો છે અને તંત્રે ત્વરિત ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે.
Share to other apps

