પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ) તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ, ગાંધીધામ) તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા
સાહેબ (ભચાઉ વિભાગ) દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજા સાહેબની સૂચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી નવલભાઈ હેમરાજભાઈ ચૌધરીને મળેલ
ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીનું નામ સલીમ મામદ માંજોઠી (ઉ.વ. 39), રહેવાસી દતક વિસ્તાર, વોંધ,
તાલુકો ભચાઉ, કચ્છ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ કાયદેસર ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી: સલીમ મામદ માંજોઠી ઉંમર: 39 વર્ષ રહે. દતક વિસ્તાર, વોંધ, તા. ભચાઉ, જી. કચ્છ
આ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી:
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જે. ઝાલા,પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી મેહુલસિંહ વજેસિંહ ચૌહાણ,પોલીસ
હેડ કોન્સ્ટેબલ શ્રી નરેન્દ્રસિંહ જયમલસિંહ પરમારપોલીસ કોન્સ્ટેબલ શ્રી મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા,ભચાઉ પોલીસની આ સફળ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી અટકાવવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.

