ભચાઉ તાલુકાના ભરુડીયા વિસ્તારમાં ખનિજ ચોરીમાં ઉપેન્દ્રસિંહનો હાથ હોવાના આક્ષેપ !

0
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકા નજીક આવેલા ભરુડીયા ગામમાં ખનિજ ચોરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરુડીયા ગામના સરપંચ ઉપેન્દ્રસિંહ પર ખનિજ ચોરીમાં સંડોવણી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં સતત ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે,
ત્યારે ભરુડીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ખનિજ ઉપાડવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભરુડીયા વિસ્તારમાં વિકાસકાર્યો ખાસ જોવા મળતા નથી, જ્યારે બીજી તરફ ખનિજ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગામના સરપંચ પોતે જ ખનિજ ચોરીમાં સંડોવાયેલા હોવાના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે પૂર્વ કચ્છ ખનિજ વિભાગ ભરુડીયા વિસ્તારમાં ચાલી રહેલી આ ખનિજ ચોરી અંગે તપાસ કરીને કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top