ભચાઉમાં ફરી સક્રિય થયો ચોર, દુકાનોમાંથી તેલના ડબ્બાની ચોરીથી વેપારીઓમાં ફફડાટ

0
ભચાઉ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી દુકાનોમાંથી ખાદ્ય તેલના ડબ્બા ચોરી થવાની ઘટનાઓ સામે આવતા વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ અજાણ્યો ઇસમ સવાર અને રાત્રિના સમયે અથવા તક મળતા દુકાનોને નિશાન બનાવી તેલના ડબ્બા ઉઠાવી જઈ રહ્યો છે. એક પછી એક આવી ઘટનાઓ બનતા વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. મોંઘવારીના સમયમાં ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે તેલના ડબ્બાની ચોરી વેપારીઓને સીધું આર્થિક નુકસાન પહોંચાડી રહી છે.વેપારીઓનું કહેવું છે કે શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, છતાં આવી ચોરીઓ અટકતી નથી. જેના કારણે વેપારીઓમાં અનેક સવાલો ઊભા થયા છે. જો શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો પણ સુરક્ષિત ન હોય તો સામાન્ય વેપારીઓ પોતાનો માલ કેવી રીતે સુરક્ષિત રાખશે? સ્થાનિક વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે શહેરમાં વધારાનું રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે, સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને ચોરી કરનાર ઇસમને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.હવે શહેરમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે દુકાનોમાંથી તેલના ડબ્બા ચોરી કરનાર આ ચોર પોલીસની પકડમાં ક્યારે આવશે? અને વેપારીઓને આ ચોરીઓમાંથી ક્યારે મુક્તિ મળશે?
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top