ભચાઉ પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી,ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા

0
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે ભચાઉ પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે.મ્હે. ડી.જી.પી. સાહેબની સૂચના તેમજ સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના હેઠળ, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ, લૂંટ તથા હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના કબજા-ભોગવટાના મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાની માહિતીના આધારે પીજીવીસીએલના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન મીટર વગરના ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા પીજીવીસીએલના કર્મચારીઓની હાજરીમાં આવા ગેરકાયદેસર વીજ કનેક્શનો કાપી નાખી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.ભચાઉ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ઉપરાંત તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતી અન્ય બાબતોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top