ભચાઉ નગરમાં 130 જેટલા CCTV કેમેરા બંધ, જવાબદારી નક્કી કરી તાત્કાલિક ચાલુ કરાવવાની માંગ

0
ભચાઉ શહેર પ્રમુખ અને શિકારપૂર તાલુકા પંચાયત બેઠકના સભ્ય વિપક્ષ નેતા મનજીભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર ભચાઉ નગરમાં સરકારી ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા અંદાજે 130 જેટલા CCTV કેમેરા લાંબા સમયથી બંધ હોવાના આક્ષેપો સાથે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. નગરની સુરક્ષા માટે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી CCTV સિસ્ટમ હાલમાં કાર્યરત ન હોવાને કારણે ચોરી, લૂંટ, મારામારી, અકસ્માત, બાઈક ચોરી, ચીલઝડપ સહિતના બનાવોમાં પોલીસ તપાસને પણ મુશ્કેલી પડી શકે છે.મળતી માહિતી મુજબ, આશરે સાત વર્ષ અગાઉ ભચાઉ નગરમાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની સિસ્ટમ ભચાઉ નગરપાલિકા દ્વારા ભચાઉ પોલીસને હેન્ડઓવર કરવામાં આવી હતી. અગાઉ ઔદ્યોગિક દાતાઓના સહયોગથી કેટલાક સમય માટે કેમેરા ચાલુ કરાવવામાં આવ્યા હોવા છતાં હાલ સમગ્ર સિસ્ટમ બંધ હોવાનું જણાવાઈ રહ્યું છે.ભચાઉ નગરમાં મુખ્ય બજારો, માર્ગો તથા સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરા કાર્યરત હોય તો ગુનાખોરી રોકવામાં તેમજ ગુનાના આરોપીઓની ઓળખ અને અકસ્માત બાદ ફરાર વાહનો શોધવામાં મહત્વપૂર્ણ મદદ મળી શકે છે. પરંતુ હાલ કેમેરા બંધ હોવાથી અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.નગરપાલિકા અને પોલીસ બંને સરકારી તંત્ર હોવા છતાં CCTV સિસ્ટમની જાળવણી અને જવાબદારી અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.માગણી કરવામાં આવી છે કે ભચાઉ નગરના તમામ બંધ CCTV કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવામાં આવે, સિસ્ટમની જાળવણી માટે જવાબદાર અધિકારી/વિભાગની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવે અને નિયમિત મેઈન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ નગરની ચારથી પાંચ કિલોમીટરની હદને ધ્યાનમાં રાખીને મુખ્ય માર્ગો, બજારો અને સંવેદનશીલ નાકાઓ પર નવા CCTV કેમેરા પણ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top