અહેવાલ : જયેશ ધેયડા ( ભચાઉ )
ભચાઉ આરોગ્ય કેન્દ્રમાં રાત્રે ડોક્ટરની કમીનો આક્ષેપ, દર્દીઓને સારવાર માટે ભટકવું પડે છે !
March 08, 2026
0
ભચાઉના સરકારી આરોગ્ય કેન્દ્રમાં રાત્રિના સમયે ડોક્ટરની ગેરહાજરી હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાત્રિના સમયે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.
ઘણી વખત તો દર્દીની સ્થિતિ ગંભીર હોવા છતાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર હોવાનું સામે આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોનો સવાલ છે કે જો ડોક્ટર સરકાર પાસેથી પગાર લે છે તો રાત્રિના સમયે ફરજ પર કેમ હાજર રહેતા નથી? રાત્રિના સમયે આવનારા દર્દીઓને સારવાર ન મળતી હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે.આ મામલે આરોગ્ય કેન્દ્રના જવાબદાર અધિકારીને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોનની રિંગ વાગતી હોવા છતાં કોઈએ કોલ રિસીવ કર્યો નહોતો. જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે શું ભચાઉ તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારી ઊંઘમાં છે?સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા મુદ્દાઓ પર સમાચાર પ્રકાશિત થાય ત્યારે કેટલાક ડોક્ટરો દ્વારા પત્રકારોને ડરાવવા માટે ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
થોડા વર્ષો પહેલા ભચાઉના જાગૃત નાગરિક મોહનભાઈ દરજી અને પત્રકાર પ્રવીણભાઈ મેરિયા સામે સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે સમયે ભચાઉમાં ફરજ બજાવી ચૂકેલા નાયબ કલેક્ટર સૂર્યવંશી સ્થળ પર પહોંચ્યા હતા અને સત્યનો સાથ આપવાના બદલે બંને જાગૃત નાગરિકો સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.હવે જોવાનું રહ્યું કે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક સેવા આપી શકે તેવા ડોક્ટરની નિમણૂક કરવામાં આવશે કે નહીં અને ગેરહાજર રહેનાર ડોક્ટર સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Tags
Share to other apps

