ભચાઉ ટાઉન પોલીસમાં કાયદાનો ભંગ? નાબાલિકનું નામ જાહેર થતાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો
July 12, 2026
0
ભચાઉ ટાઉન પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી દ્વારા નાબાલિક બાળકનું નામ જાહેર કરવામાં આવ્યું હોવાના આક્ષેપે સમગ્ર મામલાને ગંભીર બનાવ્યો છે. કાયદા મુજબ નાબાલિકની ઓળખ જાહેર કરવી પ્રતિબંધિત હોવા છતાં આવી બેદરકારી કેવી રીતે થઈ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ભચાઉ ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત નબળી પડી રહી છે. વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂના ધંધા, ચોરીના બનાવો, નંબર પ્લેટ વગરના વાહનોની અવરજવર અને વારંવાર થતા ઝઘડાના બનાવો અંગે લોકો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યા છે. કેટલાક ફરિયાદીઓએ પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદ સાંભળતી વખતે અયોગ્ય ભાષાનો ઉપયોગ થતો હોવાના પણ આક્ષેપ કર્યા છે.નાબાલિકનું નામ જાહેર થવાનો આક્ષેપ માત્ર બેદરકારી નથી પરંતુ કાયદાકીય રીતે અત્યંત ગંભીર મુદ્દો છે. જો આ આક્ષેપ સાચો સાબિત થાય તો જવાબદાર પોલીસ કર્મચારી સામે વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક પગલાં ભરવા અપીલ કરી છે, જેથી કાયદા પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી બેદરકારીનું પુનરાવર્તન ન થાય.
Share to other apps

