ભચાઉ તાલુકામાં ફોરેસ્ટ વિભાગની જમીન પર થયેલા કથિત દબાણોના મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં ફોરેસ્ટ વિભાગે એક સ્થળે કાર્યવાહી કરીને દબાણ દૂર કર્યું હોવાનું જણાવાયું હતું અને તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ફોરેસ્ટ વિભાગની જમીન પર અન્ય અનેક સ્થળોએ પણ કથિત દબાણો છે. જો આવું હોય તો તમામ દબાણો સામે સમાન રીતે કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર પસંદગીના સ્થળે જ કાર્યવાહી થશે, તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.ખાસ કરીને ગુડખર વિસ્તારમાં થયેલા કથિત દબાણો અંગે પણ ફોરેસ્ટ વિભાગ શું કાર્યવાહી કરશે તે અંગે લોકો જવાબની રાહ જોઈ રહ્યા છે. જો ગેરકાયદેસર દબાણો અસ્તિત્વમાં હોય તો નિયમ મુજબ તમામ સામે નિષ્પક્ષ અને સમાન કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

