વાગડના ધોરાવીરા–ખારોડા જમીન કૌભાંડમાં હવે થશે નવા ખુલાસા, NR ની ખુલશે પોલ !

0
કચ્છ જિલ્લામાં વારંવાર જમીન કૌભાંડના કેસો સામે આવતા હોવા છતાં ઘણી વખત યોગ્ય કાર્યવાહી થતી નથી તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં કૌભાંડ પાછળ રાજકીય આશ્રય અથવા બાહુબલી તત્વો હોવાના કારણે અધિકારીઓ કાર્યવાહી કરવામાં ઢીલ દાખવે છે !
તેવી ચર્ચા પણ ચાલી રહી છે.આવો જ એક મોટો કૌભાંડ વાગડ વિસ્તારના ધોરાવીરા–ખારોડા વિસ્તારમાં સામે આવ્યો હતો. અહીં કરોડો રૂપિયાની કિંમતી જમીન ગેરરીતે વેચાણ કરવાનું કારસ્તાન બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો બહાર આવતા NR નામના વ્યક્તિની અનેક પોલ ખુલવાની ચર્ચા પણ તેજ બની છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ આ સમગ્ર જમીન કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં સુધી સંબંધિત NR સામે કડક કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
જાગૃત નાગરિકો દ્વારા હવે આ સમગ્ર મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) રચવાની માંગ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ઉપરાંત આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે જો આ કેસમાં SIT ની રચના થાય તો સમગ્ર મામલામાં નવા ખુલાસા સામે આવશે કે નહીં. તેમજ NR ને રાજકીય આશ્રય મળે છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top