સામખીયારી જિલ્લા પંચાયત બેઠકમાં બહારના ઉમેદવારને લઈ ભીલ સમાજનો વિરોધ તેજ
April 21, 2026
0
સામખીયારી જિલ્લા પંચાયત બેઠકને લઈ સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો છે. ભાજપ દ્વારા બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા ભીલ સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને લઈ વિવિધ રાજકીય પક્ષો સામે વિરોધ થતો રહે છે. ક્યાંક ભાજપ, ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક આમ આદમી પાર્ટી સામે પણ સ્થાનિક લોકો વિરોધ નોંધાવતા હોય છે. હવે સામખીયારી જિલ્લા પંચાયત બેઠકમાં બહારના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે.ભીલ સમાજના આગેવાનોનું કહેવું છે કે કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભીલ સમાજના લોકો વસવાટ કરે છે અને સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવી જોઈએ. બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી વધી છે.સ્થાનિક આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો સામખીયારી બેઠક પરથી બહારના ઉમેદવારને જ ચૂંટણી લડાવવામાં આવશે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.ભાજપે પોતાના માસ્ટર પ્લાન મુજબ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ સામખીયારી બેઠક પર થયેલા વિરોધને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
Share to other apps

