વોંધ ગામે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ
April 21, 2026
0
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વોંધ ગામે પુલીયા નીચે થયેલ જાહેર ખુનના ગુનામાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ, મરણજનાર હરીદાસ ત્રિભુવનદાસ સાધુ રહે. મફતપુરા વિસ્તાર, વોંધ તા. ભચાઉને આરોપી મુકેશ ઘનશ્યામદાસ સાધુએ પિસ્તોલથી ફાયરિંગ કરી મોત નિપજાવ્યું હતું. તેમજ ફરિયાદીના ભાઈ હસમુખ સાધુને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નાશી ગયો હતો.આ બનાવ અંગે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નં. ૦૩૮૬/૨૬ હેઠળ બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૩૫૧(૩), આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી-એ), ૩૭(૩) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ આરોપીની ઝડપી ધરપકડ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા, ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી મુકેશ ઘનશ્યામદાસ સાધુ રહે. વોંધ તા. ભચાઉને ગણતરીના સમયમાં રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો.હાલ આરોપીની વધુ પૂછપરછ તેમજ આગળની કાર્યવાહી ભચાઉ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા, એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ, એલ.સી.બી. સ્ટાફ તથા ભચાઉ પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Tags
Share to other apps

