કચ્છી બોલીના લહેકા સાથે મતદાતા જાગૃતિ અભિયાન

0
આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના SVAP કાર્યક્રમ અંતર્ગત "૨૬ એપ્રિલે તું વૉટ કર જે" નામનું વિશેષ મતદાતા જાગૃતિ ગીત તૈયાર કરવામાં આવ્યું છે.આ પહેલ શ્રી આનંદ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, કચ્છ-ભુજ તથા શ્રી વિવેક બારહટ, નાયબ કલેક્ટર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી, કચ્છના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.ગીતના શબ્દો, સંગીત, ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો મિક્સિંગનું કાર્ય શ્રી હિરેન આર. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. નિરાલી કે. ગોસ્વામી અને પારસ કે. ગોસ્વામીએ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ ટેક્નિકલ સહકાર શ્રી વિપુલ આર. ગોસ્વામી અને શ્રી નિશીથ મોદી દ્વારા આપવામાં આવ્યો છે.ખાસ કરીને યુવા મતદારોને પ્રેરવા માટે ગીતના વીડિયોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના મિશ્રણ સાથે તૈયાર કરાયેલું આ ગીત મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારોને તા. ૨૬ એપ્રિલે સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top