ભરૂડીયામાં ભાજપને મળ્યો મોટો બળ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ઝટકો

0
ભરૂડીયા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે. ઉપરાંત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ પણ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભરૂડીયા વિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આ વખતે ભાજપ પ્રથમ વખત પોતાનો મજબૂત ખાતો ખોલશે તેવી ચર્ચાઓ તેજ બની છે.સ્થાનિક સ્તરે ભાજપને મળતું જનસમર્થન અને સતત વધી રહેલી જોડાણીઓના કારણે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય ઉભો થયો છે. ભાજપના આગેવાનોનો દાવો છે કે આ વખતે ભરૂડીયા વિસ્તારમાં પરિવર્તનની લહેર જોવા મળશે અને મતદારો ભાજપને સમર્થન આપશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top