ભચાઉના રાજકારણમાં ધડાકો: ઉમેદવારોની લાખોમાં સોદાબાજીના ગંભીર આક્ષેપો

0
ભચાઉના રાજકારણમાં ચૂંટણી પૂર્વે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નાની ચીરાઈ જિલ્લા પંચાયત બેઠક સહિત તાલુકા પંચાયત અને પૂર્વ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સોદાબાજી અને ખરીદીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે એક ધારાસભ્યના ફાર્મ હાઉસમાં ઉમેદવારોને બોલાવી લાખો રૂપિયાની ઓફરો આપવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને ૨૭ લાખ અને કેટલાકને ૧૩ લાખ સુધીની રકમ આપી ઉમેદવારી પરત ખેંચાવવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.આક્ષેપો મુજબ ધારાસભ્યના પુત્ર દ્વારા ઉમેદવારો અને મતદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારી નોંધાવતી વખતે અને ફોર્મ પરત ખેંચતી વખતે નિયમ મુજબ મર્યાદિત લોકો જ હાજર રહેવા જોઈએ છતાં અનેક લોકોની હાજરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.ચૂંટણી અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે. વિપક્ષે પૂછ્યું છે કે શું કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે? મતદારોનો હક છીનવી બિનહરીફ જીત મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top