અહેવાલ : જયેશ ધેયડા (ભચાઉ)
રાપરમાં AAPને વધુ એક મોટો ઝટકો, ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા
April 22, 2026
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાપર તાલુકામાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાપર તાલુકા AAPના ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોરે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ પક્ષપલટો કર્યો છે.શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડના નેતૃત્વ અને પક્ષની વિચારધારાથી પ્રેરાઈ હરેશભાઈ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે અશોકભાઈ રાઠોડે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.હરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અને વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસ જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે લોકોના પ્રશ્નો, રોડ-રસ્તા, પાણી અને અન્ય સુવિધાઓ માટે કોંગ્રેસ સતત લડી રહી છે.
અશોકભાઈ રાઠોડે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હરેશભાઈ ઠાકોર અને તેમના સમર્થકોના જોડાવાથી કોંગ્રેસ વધુ મજબૂત બનશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને ફાયદો થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાપરમાં AAPમાંથી સતત નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના વધતા વર્ચસ્વ અને AAPના ગાબડાને કારણે રાપરના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
Share to other apps

