આ સમગ્ર કાર્યવાહી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એ. સેંગલ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આડેસર પોલીસની કામગીરી: સોસિયલ મીડિયામાં હથિયાર સાથેનો વીડિયો વાયરલ થતા ઈસમ ઝડપાયો
March 08, 2026
0
સોસિયલ મીડિયામાં અગ્નીશસ્ત્ર સાથેનો વીડિયો વાયરલ થતા આડેસર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી એક ઈસમને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ ભુજ) તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ સોસિયલ મીડિયામાં ગેરકાયદેસર રીતે હથિયારનો ઉપયોગ કરતા ઈસમોને શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમ્યાન “વાગડ લાઈવ ન્યૂઝ”માં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ઈસમ લગ્નના વરઘોડામાં ડીજે પાછળ બંદૂક લઈને નાચતો જોવા મળ્યો હતો. આ વિડિયોની તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઘટના ઘનાણી ગામની મીરાણી સમાજ વાડી ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગના વરઘોડાની છે.પોલીસે વધુ તપાસ કરતાં વીડિયોમાં દેખાતો ઈસમ જયકુમાર ભરતભાઈ રાવળ (ઉ.વ.૨૧) રહે. ઉંબરી તા. કાંકરેજ જી. બનાસકાંઠા હોવાનું સામે આવ્યું. તેની પાસે કોઈ હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો થાય તે રીતે પોતાના શોખ માટે હથિયાર સાથે વીડિયો બનાવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું કે આ બારબોરનું લાયસન્સવાળું હથિયાર તેના મિત્ર રેવાભાઈ લાલાભાઈ મકવાણા રહે. શિહોરી તા. કાંકરેજ જી. બનાસકાંઠા નું હતું. લાયસન્સ ધારક હોવા છતાં રેવાભાઈએ હથિયાર એવા વ્યક્તિને આપ્યું જેને પરવાનો નહોતો, જેના કારણે લાયસન્સની શરતોનો ભંગ થયો હતો.આ મામલે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ કલમ 29 અને 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પકડાયેલ આરોપી:જયકુમાર ભરતભાઈ રાવળ (ઉ.વ.૨૧) રહે. ઉંબરી તા. કાંકરેજ જી. બનાસકાંઠા – સોસિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર ઈસમ,પકડવાનો બાકી આરોપી:રેવાભાઈ લાલાભાઈ મકવાણા રહે. શિહોરી તા. કાંકરેજ જી. બનાસકાંઠા – હથિયાર લાયસન્સ ધારક અગ્નીશસ્ત્ર (હથિયાર) અંદાજિત કિંમત રૂ. 10,000
Tags
Share to other apps

