ભચાઉ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની કમી અંગે સ્થાનિકોમાં રોષ, તપાસની માંગ ઉઠી !

0
ભચાઉ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની કમી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો અને દર્દીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં યોગ્ય સમયે સારવાર મળતી નથી અને અનેક વખત ડોક્ટરો હાજર ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભચાઉ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા
એક ડોક્ટરની ભચાઉ શહેરમાં લાખો રૂપિયાની સંપત્તિ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ સંપત્તિ ક્યાંથી આવી તે બાબતે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.આ બાબતે ભચાઉ સરકારી હોસ્પિટલનો પર્દાફાશ કરવા ગયેલા જાગૃત નાગરિક મોહનભાઈ દરજી અને જાગૃત પત્રકાર પ્રવીણભાઈ મેરિયા સામે હોસ્પિટલના ડોક્ટર દ્વારા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિકોએ કર્યો છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ચૂંટાયેલા નેતાઓ લોકોની સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન આપતા નથી. ધારાસભ્ય વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે પરંતુ ભચાઉ સરકારી હોસ્પિટલની સમસ્યાઓ અંગે કોઈ ખાસ કાર્યવાહી કરતા નથી તેવો પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લોકોમાં માંગ ઉઠી રહી છે કે જો ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા આ ડોક્ટરની તપાસ કરવામાં આવે તો અનેક હકીકતો બહાર આવી શકે છે. તેમજ કડક અધિકારી તરીકે જાણીતા નાયબ કલેક્ટર જ્યોતિબેન ગોહિલ અને મામલતદાર શ્રી રાજપૂત સાહેબ દ્વારા ભચાઉ સરકારી હોસ્પિટલની અચાનક (સ્પ્રાઇઝ) મુલાકાત લેવામાં આવે તો હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ બહાર આવી શકે છે.
સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે 24 કલાક ફરજ પર રહેવા માટે નિમણૂક કરાયેલા ડોક્ટર હોસ્પિટલમાં કેમ દેખાતા નથી? જો હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટરની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે તો દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા મળી શકે.આ ઉપરાંત કેટલાક દર્દીઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાંથી બહારની દવાની ચિઠ્ઠી લખી આપવામાં આવે છે અને ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા લેવા કહેવામાં આવે છે. સ્થાનિક સૂત્રો મુજબ કેટલીક મેડિકલ દુકાનોમાં ડોક્ટરનો હિસ્સો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.લોકોનું કહેવું છે કે ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર આ બાબતમાં ખાસ રસ દાખવતા નથી અને તેમની બદલી કરીને સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ભચાઉ નાયબ કલેક્ટર દ્વારા સરકારી હોસ્પિટલની સ્પ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે અને હોસ્પિટલની વ્યવસ્થા અંગે કડક પગલાં લેવામાં આવશે કે નહીં.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top