ભચાઉના યુવા નેતા શિવરાજસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બન્યા

0
ભચાઉ તાલુકાના પાયાના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા અને કચ્છ જિલ્લામાં સામાજિક સંગઠન તથા સેવા સમર્પણ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરનાર યુવા નેતા શિવરાજસિંહ જાડેજાની નવી મોટી ચિરઈ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
શિવરાજસિંહ જાડેજા લાંબા સમયથી ભચાઉ તાલુકાના વિવિધ પ્રશ્નો, યુવાનોના મુદ્દાઓ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સમાજ માટે કાર્ય કરતા આવ્યા છે. તેમની આ નિમણૂકથી કાર્યકરો અને યુવાનોમાં આનંદની લાગણી વ્યાપી છે.તેમની આ નવી જવાબદારી બદલ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને તેઓ આગામી સમયમાં લોકોના પ્રશ્નો માટે વધુ અસરકારક રીતે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરી છે
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top