ખારોડા સરકારી જમીન કૌભાંડ મામલે કચ્છ કલેક્ટર એક્શનમાં – રાજકીય નેતા NR પર શંકા, SIT અને ACB તપાસની ઉઠી માંગ

0
કચ્છ જિલ્લામાં સરકારી જમીન બારોબાર વેચવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ હવે કચ્છ કલેક્ટર એક્શનમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી અનુસાર એક રાજકીય નેતાએ સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચી નાખ્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.કલેક્ટર દ્વારા તપાસ શરૂ થતાં વેચાયેલી જમીન ફરી સરકારી નામે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન વેચાઈ ગઈ હોવાની ચર્ચા વચ્ચે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ જમીન કોને વેચવામાં આવી અને તેમાં કોણ-કોણ સંકળાયેલું છે તેનો પર્દાફાશ થશે કે નહીં.
ગામના ગ્રુપમાં આ મામલે મેસેજ ફરતા જ કેટલાક અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હોવાનું કહેવાય છે. કેટલાક અધિકારીઓ દ્વારા ખોટા સિક્કા કરાયા હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. કચ્છ જિલ્લાના કડક અધિકારી તરીકે ઓળખાતા જિલ્લા કલેક્ટરે આ જમીન ફરી સરકારના નામે કરવાની કાર્યવાહીનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર કૌભાંડમાં ખડીર વિસ્તારના રાજકીય નેતા NR નો હાથ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા આ મામલે ACB અને SIT ની રચના કરી કડક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.સ્થાનિક લોકોમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે સામાન્ય ગરીબ લોકોની નાની ભૂલ માટે કડક કાર્યવાહી કરનાર અધિકારીઓ શું હવે રાજકીય નેતા NR સામે પણ કાર્યવાહી કરશે કે પછી કોઈ રાજકીય દબાણ કામ કરશે?જાગૃત નાગરિકો ટૂંક સમયમાં SIT તપાસની માંગ ઉઠાવશે તેવી ચર્ચા છે. જો આ મામલે તપાસ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ રાય સુધી પહોંચે તો સમગ્ર પ્રકરણનો સચોટ અહેવાલ સામે આવી શકે તેવી ચર્ચા સ્થાનિક સ્તરે ચાલી રહી છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top