ભચાઉ તાલુકાના સામખીયારી-શિકારપુર રોડ પર હક સ્ટીલ કંપની સામે આવતી કાલે વિરોધના એંધાણ

0
ભચાઉ તાલુકાના સામખીયારી-શિકારપુર રોડ પર આવેલી હક સ્ટીલ કંપની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવતી કાલે યોજાનારી લોકસુનાવણી દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપની દ્વારા સ્થાનિક લોકોને પૂરતી રોજગારી આપવામાં આવતી નથી તેમજ ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
ઉપરાંત ખેતીલાયક જમીનોને નુકસાન પહોંચાડવાનું અને આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.ગ્રામજનોનો વધુ એક આક્ષેપ છે કે કંપની દ્વારા ગંદુ પાણી બહાર છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને ખેતી પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ મુદ્દાઓને લઈ આવતી કાલે યોજાનારી લોકસુનાવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહી વિરોધ નોંધાવશે તેવી શક્યતા છે.
હવે જોવાનું રહ્યું કે પૂર્વ કચ્છના GPCBના અધિકારીઓ હક સ્ટીલ કંપની સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી સમગ્ર મામલો ઠંડા બસ્તામાં મૂકી દેવામાં આવે છે. સ્થાનિક લોકોની માંગ છે કે તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top