ભચાઉ પાસે ટ્રેલરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા, 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

0
ભચાઉ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે ભચાઉ–ગાંધીધામ સર્વિસ રોડ પર કાર્યવાહી કરી ટ્રેલરમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ કાઢી રહેલા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આશરે 80 લીટર ડીઝલ સહિત કુલ રૂ. 26,07,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા (બોર્ડર રેન્જ ભુજ), પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ કચ્છ ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાની સૂચનાથી પેટ્રોલિંગ દરમ્યાન કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે ભચાઉ–ગાંધીધામ સર્વિસ રોડ પર બજરંગ હોટલ નજીક પાડીંગમાં ટ્રેલર નં. GJ-12-BX-2572 માંથી ડીઝલ કાઢી પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અલ્ટો કાર નં. GJ-12-DS-7126 માં રાખતા બે શખ્સોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં સુલેમાન ઇબ્રાહિમ જત (ઉ.વ.46, રહે. વોંધ તા. ભચાઉ) અને આસીફ દાઉદ કુભાર (ઉ.વ.19, રહે. ભઠા વિસ્તાર ભચાઉ)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા 80 લીટર ડીઝલ (રૂ.7200), ટ્રેલર (રૂ.25,00,000), અલ્ટો કાર (રૂ.1,00,000) તથા પ્લાસ્ટિક પાઈપ સહિત કુલ રૂ.26,07,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top