ઓફિસમાં ઘૂસી તોડફોડ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગંભીર મામલો, ચાર નામજોગ સહિત 12થી 14 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

0
ભચાઉ વિસ્તારમાં ઓફિસમાં ઘૂસી હુમલો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદી ઉદયસિંહ જાડેજાએ અનવરશા અસગર અલી સૈયદ, રમજાન ઘોના, ગફુર સુલેમાન કુંભાર, મુજફ્ફર લતીફ દિવાન સહિત 12 થી 14 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ અનુસાર આરોપીઓ ટોળકી બનાવી ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હતા.
ત્યારબાદ તેઓએ ઓફિસમાં હોબાળો મચાવી ફરિયાદી તેમજ ત્યાં હાજર સાક્ષી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આરોપીઓએ મા-બેન સમી ભુંડી ગાળો બોલી વાતાવરણ તંગ બનાવી દીધું હતું.આરોપ છે કે ટોળકીએ ફરિયાદી અને સાક્ષી પર ગડદા-પાટુનો માર માર્યો હતો તેમજ બેટ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપીઓ પૈકી એક વ્યક્તિએ હાથમાં છરી રાખી ફરિયાદી અને સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.ફરિયાદીના જણાવ્યા મુજબ હુમલાખોરો દ્વારા સતત અપશબ્દો બોલી ધાક-ધમકી આપવામાં આવી હતી અને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. બનાવ બાદ પીડિત પક્ષ દ્વારા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ફરિયાદના આધારે ચાર નામજોગ આરોપીઓ તથા અન્ય 12થી 14 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના કારણો, હુમલાનો હેતુ અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top