ભચાઉ ખેતીવાડી બજાર સમિતિના પ્રમુખ તરીકે વાઘુભા જાડેજા બીજી વખત બિનહરીફ ચૂંટાયા

0
ભચાઉ, તા. 12 જૂન : ભચાઉ ખેતીવાડી બજાર સમિતિના પ્રમુખ તરીકે શ્રી વાઘુભા કાનજીભા જાડેજાની સતત બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી હર્ષદભાઈ ઠક્કર પણ બિનહરીફ જાહેર થયા હતા.આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજા, મહામંત્રી ભીમજીભાઈ જોઘાણી, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી. જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, નરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક, કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત અગ્રણીઓ, કાર્યકરો અને બજાર સમિતિના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.ચૂંટણી પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘાએલ અગ્રવાલ, સરકારી અધિકારી પ્રિયકાબા જાડેજા તથા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સિદ્ધરાજસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ સરકારશ્રીના નિયમો અનુસાર સંપન્ન કરવામાં આવી હતી.પ્રમુખ પદ માટે મહેન્દ્રસિંહ એન. જાડેજાએ દરખાસ્ત મૂકી હતી, જેને જગુભા જાડેજાએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ આર. જાડેજાએ દરખાસ્ત મૂકી હતી અને પ્રાણલાલભાઈ ઠક્કરે ટેકો આપ્યો હતો. અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંને હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાની જવાબદારી સેક્રેટરી ભરતભાઈ ઠક્કરે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના કર્મચારીઓએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top