સિનાઈ નર્મદા કેનાલ દુર્ઘટના: પત્રકારનો મોબાઇલ છીનવી વિડિયો ડિલીટ કરવાનો આક્ષેપ, SP સાગર બાગમાર કાર્યવાહી કરશે?
March 04, 2026
0
આદિપુર નજીક સિનાઈ વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. કેનાલમાં એક બાળક ડૂબી જવાના બનાવે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના દરમિયાન કોઈ કારણોસર પોલીસ અને પરિવારજનો વચ્ચે ઝપાઝપી થવાની માહિતી સામે આવી છે.આ બનાવ દરમ્યાન હાજર પત્રકારોએ ઘટનાસ્થળે વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આક્ષેપ મુજબ ત્યાં હાજર આદિપુર પોલીસના એક કર્મચારી દ્વારા પત્રકારનો મોબાઇલ ફોન છીનવી લઈને મુખ્ય વિડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.પ્રશ્ન એ ઊભો થાય છે
કે શું કાયદાની રક્ષા કરનાર પોલીસ કર્મીને આવી રીતે પત્રકારોના સાધનોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે? જો પત્રકારોના મોબાઇલ સાથે આવું વર્તન થાય, તો સામાન્ય નાગરિકો સાથે શું થઈ શકે તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છેભારતના સંવિધાન હેઠળ પત્રકારોને અને નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રાપ્ત છે. કોઈપણ વ્યક્તિનો મોબાઇલ ફોન છીનવી લેવો કે તેમાં રહેલ ડેટા બિનઅધિકૃત રીતે ડિલીટ કરવો કાયદેસર પ્રક્રિયા વિના યોગ્ય ગણાતો નથી.હવે જોવાનું રહ્યું કે પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર આ ગંભીર આક્ષેપને ધ્યાનમાં લઈ સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.સ્થાનિક પત્રકાર મંડળ તથા નાગરિકોમાં આ ઘટનાને લઈને રોષ અને ચિંતાની લાગણી વ્યાપી છે. યોગ્ય તપાસ કરીને સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
Share to other apps

