ભચાઉના રામવાડી વિસ્તારમાં નગર પાલિકાની બેદરકારી? સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ફરી અકસ્માત

0
ભચાઉના રામવાડી વિસ્તારમાં નગર પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વિસ્તારમાં તાજેતરમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ રોડ પર જરૂરી સ્પીડ બ્રેકર (જમ્પ) બનાવવામાં આવ્યા નથી. જેના કારણે વાહનોની ઝડપ વધુ રહેતી હોવાથી વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે.આજ રોજ ફરી એકવાર રામવાડી વિસ્તારમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
અકસ્માતમાં વાહન ચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. સદનસીબે મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળે છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત સ્પીડ બ્રેકર બનાવવા અંગે માંગણી કરવામાં આવી છે, છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. રોડ બનેલા હોવા છતાં સુરક્ષાની વ્યવસ્થા અધૂરી હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.હવે જોવાનું રહ્યું કે ભચાઉ નગર પાલિકા આ ગંભીર મુદ્દાને લઈ તાત્કાલિક પગલાં ભરી રામવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકર બનાવશે કે નહીં, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top