St. Xavier's English Medium School ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી

0
સમગ્ર દેશમાં C. V. Raman દ્વારા કરવામાં આવેલી ‘રમન ઈફેક્ટ’ની શોધની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે રાપર તાલુકાના કલ્યાણપર સ્થિત સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ વર્ષની થીમ **“વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી”**ને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નવીન વિચારો અને સર્જનાત્મકતા દ્વારા વિજ્ઞાનને જીવંત બનાવ્યું હતું.બાલ વૈજ્ઞાનિકોની કલા-કૌશલ્યનો ત્રિવેણી સંગમ
 ધોરણ ૧ થી ૯ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છતા, ડિજિટલ ટેકનોલોજી અને આધુનિક વૈજ્ઞાનિક શોધો પર આધારિત વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સમાજલક્ષી સંદેશ પણ આપ્યો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ બિરદાવ્યા હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન બી.આર.સી. મહુલભાઈ દવે, સી.આર.સી. સુનિલભાઈ સુતરીયા તેમજ સલારી સાંદીપની વિદ્યામંદિરના પ્રિન્સિપાલ એમ.ડી. ઝાલેરા દ્વારા રીબન કાપીને કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ દરેક સ્ટોલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના પ્રયોગો અંગે માહિતી મેળવી અને તેમની જિજ્ઞાસા તથા સર્જનાત્મકતાને વખાણી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓનું મૂલ્યાંકન શૈલેષકુમાર પ્રજાપતિ અને ભગવાનભાઈ દ્વારા નિષ્પક્ષ રીતે કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન નિહાળવા માટે વાલીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર જયા રાનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ પરિવારે નોંધપાત્ર મહેનત ઉઠાવી હતી.
રાપર શહેરમાં વિજ્ઞાનપ્રેમી વાતાવરણ સર્જતા આ કાર્યક્રમને સર્વત્ર પ્રશંસા મળી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top