ભાજપ ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર કચ્છના મંડલ પ્રભારી-સહ પ્રભારીની નિયુક્તિ, ભચાઉ શહેર-તાલુકાની યાદી જાહેર

0
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર કચ્છ જિલ્લાના વિવિધ મંડલો માટે પ્રભારી તથા સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આવનારી સંગઠનાત્મક અને જાહેર કાર્યક્રમોને ગતિ આપવા આ નિયુક્તિઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
   કચ્છ જિલ્લાના ભચાઉ શહેર અને તાલુકા માટે પણ પ્રભારીની જાહેરાત કરવામાં આવી છે.
  ભચાઉ શહેરના પ્રભારી તરીકે અશોકભાઈ હાથીની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ભચાઉ તાલુકાના પ્રભારી તરીકે મશરૂભાઈ રબારીને જવાબદારી સોંપવામાં આવી છે.નવનિયુક્ત પ્રભારીઓને સંગઠનના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પાર્ટીના મંડલ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવી કાર્યકર્તાઓ સાથે સમન્વય સાધી પાર્ટીના વિચારોને ઘેરેઘેર પહોંચાડવા માટે તેઓ મહત્વની ભૂમિકા નિભાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
  અહેવાલ: જયેશ ધેયડા 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top