ભુજોડીના ઋગ્વેદ સીજુને “બેસ્ટ ફેશન મોડેલ ૨૦૨૫” એવોર્ડથી સન્માનિત
January 04, 2026
0
તાજેતરમાં ભુજ ખાતે કચ્છની બ્યૂટી અને ફેશન ક્ષેત્રની પ્રતિભાઓને મંચ આપવા માટે ધારવી બ્યૂટી પાર્લર દ્વારા ટેલેન્ટ એવોર્ડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજોડી ગામના બાળક ઋગ્વેદ સીજુને તેમની ઉત્તમ ફેશન મોડેલિંગ પ્રતિભા બદલ “બેસ્ટ ફેશન મોડેલ ૨૦૨૫” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ ગુજરાતની પ્રખ્યાત અભિનેત્રી મમતા સોનીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના આયોજક તરીકે જીમીલબેન પીઠડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એવોર્ડ સમારોહ દરમિયાન ઋગ્વેદે કચ્છની પારંપારિક પોશાક કળાનું પ્રતિનિધિત્વ કરતી બેર પહેરી સ્ટેજ પર આકર્ષક રેમ્પ વોક કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઋગ્વેદ સીજુને વડોદરામાં આયોજિત સમારોહમાં
**“ગુજરાત ગૌરવ એવોર્ડ”**થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કચ્છના ભુજોડી ગામ તેમજ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. હાલ ભુજોડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૫માં અભ્યાસ કરતો ઋગ્વેદ ખૂબ જ નાની ઉંમરે પોતાની પ્રતિભા દ્વારા ખ્યાતિ મેળવી કચ્છનું નામ રોશન કરી રહ્યો છે.આ સફળતા બદલ ઋગ્વેદને તેમની શાળાના શિક્ષકો, પરિવારજનો તેમજ ગામજનો તરફથી દિલથી શુભેચ્છાઓ મળી રહી છે.
Share to other apps

