માનનીય ગ્રાહકો તેમજ જાહેર જનતાને ઉત્તરાયણ પર્વ સલામતીપૂર્વક અને આનંદથી ઉજવવા માટે PGVCL દ્વારા વિનમ્ર અપીલ કરવામાં આવે છે કે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ સલામતી સૂચનાઓનું અવશ્ય પાલન કરશો.પતંગ કે દોરી જો વીજળીના થાંભલા અથવા વીજ તાર સાથે ફસાઈ જાય તો તેને લેવા માટે ક્યારેય થાંભલા પર ચઢશો નહિ તેમજ વીજ તાર અથવા કેબલને અડકશો નહિ.વીજળીના વાયર અથવા તાર ઉપર પડેલા પતંગ લેવા માટે લંગર નાખશો નહિ. આવા પ્રયાસોથી વીજ તાર ભેગા થવાથી ભારે ભડકો થવાની,
તાર તૂટી જવાની, ગંભીર અકસ્માત થવાની તથા વીજ ઉપકરણોને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે.વીજ થાંભલા કે વીજ તાર પર અટવાયેલા પતંગ લેવા માટે તાર, લોખંડના સળિયા કે અન્ય ધાતુના સાધનોનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.ધાતુના તાર અથવા મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ. આવા સાધનો વીજ તારને સ્પર્શે તો ગંભીર વીજ આંચકો લાગવાની અને જીવલેણ અકસ્માતની શક્યતા રહે છે.નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ જિંદગી જોખમમાં ન મૂકો, સલામતીને હંમેશા પ્રથમ સ્થાન આપો.ચાઈનીઝ દોરીનો ઉપયોગ ક્યારેય ન કરશો. આવી દોરીથી વીજળીના વાયર કપાઈ જવાની શક્યતા રહે છે, જેના કારણે અંધારપટ સર્જાઈ શકે તેમજ વીજ અકસ્માતો થવાની સંભાવના વધે છે.જ્યાંથી વીજવાયરો પસાર થતા હોય તેવા વિસ્તારોની ખૂબ નજીક પતંગ ઉડાડવાનું ટાળો.હેલ્પલાઇન નંબર: 19122,ટોલ ફ્રી નંબર: 1800 233 155333
ઉત્તરાયણ પર્વ દરમિયાન વીજ અકસ્માત નિવારણ માટે સલામતી સૂચનાઓ
January 10, 2026
0
PGVCL વિભાગીય કચેરી, ભચાઉ (જનહિતમાં જારી કરેલ)
Tags
Share to other apps

