હિન્દુ ધર્મની લાગણી દુભાવતી મંદિર તોડફોડના બનાવમાં રાપર પોલીસની ઝડપી કાર્યવાહી, આરોપી ઝડપાયો
January 10, 2026
0
પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આરોપીઓને ઝડપવા માટે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે
.ગતા તા. 03/01/2026ના રોજ રાપર તાલુકાના ખીરઈ ગામે પાબુદાદાના મંદિરમાં અજાણ્યા ઈસમ દ્વારા પાંચ મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી તેમજ નજીકના સુરાપુરા દાદાના પાળિયાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બાબતે રાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11993010260006/2026 બી.એન.એસ. કલમ 298 મુજબ ગુનો નોંધાયો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હ્યુમન સોર્સીસના આધારે નીલપર ગામના રમેશ ઉર્ફે કોતો સંગ્રામ કોલી નામના આરોપીને બાદરગઢ ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ગાંજાના નશા તથા માનસિક અસ્થિરતાના કારણે મંદિરમાં તોડફોડ કર્યાની કબૂલાત આપી છે.આ મામલે આરોપી સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Tags
Share to other apps

