મહીસાગર : નલ સે જલ યોજના કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચની વધુ એક કાર્યવાહી
January 21, 2026
0
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના સંબંધિત કૌભાંડ મામલે CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મહત્વની કાર્યવાહી કરતા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરી છે. અગાઉથી ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
CID ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે નલ સે જલ યોજનામાં થયેલા આર્થિક અનિયમિતતાઓમાં મુકેશ શ્રીમાળી સંડોવાયેલા હોવાનો પુરાવો મળ્યો છે. હાલની સ્થિતિએ મુકેશ શ્રીમાળી પાસેથી અંદાજે રૂ. 1.76 કરોડની રકમ હજી રિકવર કરવાની બાકી હોવાનું અધિકારીક સૂત્રો દ્વારા જણાવાયું છે.આ કૌભાંડને લઈને CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Share to other apps

