તુણાના રામપર ગામે ગેટકોની હાઇટેન્શન લાઇન સામે ગ્રામજનોનો વિરોધ, ડો. કાયનાત અંસારી આથા ડીટેઇન
February 26, 2026
0
ગાંધીધામ : તુણા નજીક આવેલા રામપર ગામે Gujarat Energy Transmission Corporation (ગેટકો) દ્વારા હાઇટેન્શન લાઇન નંખવાની કામગીરી દરમિયાન નિયમોના ભંગના આક્ષેપો સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જાણ થતાં Aam Aadmi Partyના પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા સ્થળ પર પહોંચ્યા હતા.ડો. આથાના જણાવ્યા મુજબ ગેટકોના નોટિફિકેશનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે લાઇન ગામની સીમમાંથી પસાર કરવી અને રોડથી 14 મીટર દૂર તેમજ યોગ્ય ઊંડાઈએ કામ કરવું. પરંતુ હકીકતમાં લાઇન રહેણાંક મકાનોની નજીક અને ઓછી ઊંડાઈએ નંખાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ આથી લોકોના જીવનને જોખમ ઊભું થયું છેવિરોધ વધતા કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી.
ત્યારબાદ ગેટકોના અધિકારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે ડો. કાયનાત અંસારી આથા સહિત કેટલાક ગ્રામજનોને ડીટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાનો આક્ષેપ છે.આ સમગ્ર ઘટનાક્રમ અંગે ડો. આથાએ જણાવ્યું હતું કે સરકાર અને કંપની દ્વારા પોતાના જ નિયમોનું પાલન ન કરવું ગંભીર બાબત છે અને લોકોની જાનના જોખમે કામગીરી કરવી ગેરવ્યાજબી છે. જો કોઇ અકસ્માત સર્જાય તો વળતર આપવાની વાત અધિકારીઓ દ્વારા કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે,
જેને લઇ તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે હાઇટેન્શન લાઇન નોટિફિકેશન મુજબ ગામની સીમમાંથી અને સુરક્ષા ધોરણોનું પાલન કરીને જ નંખવામાં આવે.
Share to other apps

