ખારોડા જમીન કૌંભાંડમાં ખડીરના NR નું નામ ચર્ચામાં, કરોડોની જમીન સોદામાં ગોટાળો હોવાનો આક્ષેપ

0
કચ્છના ખારોડા વિસ્તારમાં બહાર આવેલા જમીન કૌંભાંડ મામલે હવે ખડીર વિસ્તારના એક NR (બિનરહેવાસી) વ્યક્તિનું નામ ચર્ચામાં આવતાં મામલો વધુ ગરમાયો છે. સ્થાનિક સૂત્રો અને યુવક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કરોડો રૂપિયાની કિંમતી જમીન બારોબાર કૌંભાંડમાં NR નો સંડોવાવો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સંદર્ભિત વ્યક્તિ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે સંબંધિત અધિકારીઓનો હાથ હજુ સુધી તેમની સુધી પહોંચ્યો નથી. જોકે, વિસ્તારમાં જો કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક થાય તો સમગ્ર મામલાનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આ સાથે જ એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો થયો છે કે સંબંધિત દસ્તાવેજોમાં અધિકારીની સહી અને સિક્કો કોના દ્વારા અને કઈ પરિસ્થિતિમાં કરવામાં આવ્યા? આ મુદ્દે પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.સ્થાનિક લોકો દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે જેથી સાચા દોષિત સામે કડક કાર્યવાહી થઈ શકે.
 અહેવાલ : જયેશ ધેયડા 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top