“પોલીસ પ્રજાની મિત્ર છે” એ સુત્રને સાર્થક કરતી ભચાઉ પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત સોંપવાની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસના
“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન કુલ નંગ-૦૮, કુલ કિંમત રૂ. ૨,૨૩,૪૯૫/- ના, CEIR પોર્ટલ તથા અન્ય ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢી અરજદારોને પરત સોંપવામાં આવ્યા છે.
મહે. શ્રી DGP સાહેબ તથા મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન મુજબ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધે તેવા કાર્યો કરવા સૂચના આપવામાં આવી હતી.તે અનુસંધાને
પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી. ઝાલા દ્વારા જાતે રસ દાખવી ગુમ મોબાઈલ સંબંધિત અરજીઓ પર સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી. CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ અને ટેકનિકલ વિશ્લેષણના આધારે એક્શન પ્લાન તૈયાર કરી મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા.
આ કામગીરી અંતર્ગત ચાલુ માસ દરમિયાન કુલ ૮ મોબાઈલ ફોન શોધી
“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ હેઠળ અરજદારોને પરત આપવામાં આવ્યા, જેના કારણે અરજદારોને આર્થિક નુકસાનથી બચાવવામાં સફળતા મળી છે.
કામગીરી કરનાર અધિકારીઓ: પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી. ઝાલા,
પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ શ્રીરામભાઈ જોષી,આઈ.ટી. એક્સપર્ટ શીવાનીબેન હડિયા ભચાઉ પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે પ્રજામાં વિશ્વાસ મજબૂત બન્યો છે અને પોલીસ-પ્રજા સમન્વયનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટ : જયેશ ધેયડા ( ભચાઉ )