પ્રેમલગ્નની અદાવતમાં બોલેરો કેમ્પર ચડાવી યુવકની હત્યા, ભચાઉમાં ચકચાર

0
ભચાઉ શહેરમાં હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.ફરીયાદી આનંદભાઈ પ્રેમજીભાઈ છગનભાઈ કોલી (ચૌહાણ), રહે. રેલવે સ્ટેશનની બાજુમાં, કારિયા ધામ પાસે, ભચાઉ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ વિનોદ હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં બિજલભાઈ છગનભાઈ દાફડાના ઘરની સામે રોડ સાઈડમાં ચાલતા જતા હતા.ત્યારે આરોપી
(૧) મેહુલ લાખાભાઈ કોલી, રહે. કોલીયાસરી ભચાઉ તથા (૨) હર્ષદ શૈલેશભાઈ પ્રજાપતિ, રહે. ભવાનીપુર ભચાઉએ ભેગા મળી અગાઉની અદાવત રાખી હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, ફરીયાદીના ભાઈએ આરોપી મેહુલની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે મનદુઃખ રાખવામાં આવતું હતું.આ મનદુઃખને પગલે આરોપીઓએ સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીથી વિનોદને જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દીધી હતી, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top