ગણતરીના કલાકોમાં ખુનના આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ
February 28, 2026
0
ભચાઉ પોલીસ દ્વારા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. ઝાલા ના નેતૃત્વમાં ભચાઉ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તા. 25/02/2026 ના રોજ આશરે 20:15 વાગ્યે ભચાઉના હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી રોડ પર ચાલતા જતા હતા ત્યારે આરોપીઓ : મેહુલ લાખાભાઈ કોલી (રહે. કોલીયાસરી, ભચાઉ),હર્ષદ શૈલેશભાઈ પ્રજાપતિ (રહે. ભવાનીપુર, ભચાઉ) એમણે પોતાની કબ્જાની સફેદ કલરની બોલેરો કેમ્પર (રજી. નં. GJ-36-V-2531) દ્વારા જાનથી મારી નાખવાના ઇરાદે વિનોદ પર ગાડી ચડાવી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નિપજાવ્યું હતું.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મરણજનાર વિનોદે આરોપી મેહુલની બહેન શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતને લઇને આરોપી મેહુલ મનદુઃખ રાખતો હતો અને અગાઉ પણ બંને વચ્ચે ઝગડા થયેલા હતા. આ અદાવતના કારણે મિત્ર હર્ષદની મદદથી આ ગંભીર ગુનો આચરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11993004260164/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ અને ભચાઉ પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
Tags
Share to other apps

