દૂધના ટેન્કરમાં આવ્યો દારૂ, ભાવનગરમાં ત્રાટકી SMC

0
ભાવનગર: જિલ્લા ના મહુવા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દૂધના ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવતો ઈંગ્લીશ દારૂ ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ SMC ની ટીમે ભાદ્રોડ ગામ નજીક બુટિયાના નાળા પાસેથી એક શંકાસ્પદ દૂધના ટેન્કરને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ભરેલો હોવાનું બહાર આવ્યું હતું.આ કાર્યવાહી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની હદમાં કરવામાં આવી હતી. પોલીસે ટેન્કર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલો આરોપી પંજાબનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.SMC દ્વારા કરાયેલા આ દરોડા બાદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના જથ્થા અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top