ચિત્રોડ–ગાગોદર રોડ પર એક હોટલની પાછળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ....

0
ચિત્રોડ–ગાગોદર રોડ પર આવેલ એક હોટલની પાછળ ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હોવાની સ્થાનિક લોકો દ્વારા ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે “જીતુ” નામનો વ્યક્તિ સાંજના સમયે એક્ટિવા પર આવી ખુલ્લેઆમ દારૂની હેરાફેરી તથા વેચાણ કરે છે.ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચાણ થવું એ કાયદા અને વ્યવસ્થાને પડકાર સમાન છે.
સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષ વ્યાપી ગયો છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો યુવાનો ખોટી લતમાં ફસાઈ શકે છે તથા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી શકે છે..
આ બાબતે પ્રશ્ન ઉઠે છે કે ➡️ શું સંબંધિત પોલીસ વિભાગ અને જવાબદાર અધિકારીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાતી નથી?
➡️ આવા ખુલ્લા દારૂ વેચાણ સામે કોણ અને ક્યારે કાર્યવાહી કરશે?
સ્થાનિક નાગરિકો તથા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવે છે કે તાત્કાલિક તપાસ હાથ ધરી દારૂ વેચાણમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે.જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ અનિચ્છનીય ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top