ભરુડિયા તાલુકા પંચાયત બેઠક પર બદલાવની હવા, BJP ના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાને મજબૂત સમર્થન

0
ભચાઉ તાલુકાના ભરુડિયા તાલુકા પંચાયતની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહી છે. અત્યાર સુધી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતી આ બેઠક પર આ વખતે મોટું ગાબડું પડે તેવી ચર્ચાઓ ગ્રામ્ય વિસ્તારમાં જોરશોરથી ચાલી રહી છે.ભાજપના દિગ્ગજ નેતા અને ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાને ગામોમાંથી મજબૂત જનસમર્થન મળી રહ્યું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબા અનિરુદ્ધસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવિણભાઈ કાનજીભાઈ ડંડેચા વચ્ચે પણ ચૂંટણી ટક્કર જામશે.અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન મતદારો સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં અનેક મતદારોએ જણાવ્યું હતું કે આ વખતે વિસ્તારમાં પરિવર્તનની જરૂર છે અને ગામોમાં વિકાસના કામો માટે નવા નેતૃત્વને તક આપવી જોઈએ.મતદારોના મતે રસ્તા, પાણી, સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો હજી યથાવત છે. જેના કારણે આ વખતે લોકો વિકાસના મુદ્દે મતદાન કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાને આ વખતે બહુમતીથી જીતાડવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top