હોટેલ Pride Rock મધ્યે નારાણપર કુમાર શાળાના શિક્ષિકા શ્રી જે.આર.રાણા (બા બેન) વય નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો....
November 23, 2024
0
આજરોજ તારીખ 23.11.2024ના રોજ હોટેલ Pride Rock મધ્યે નારાણપર કુમાર શાળાના શિક્ષિકા શ્રી જે.આર.રાણા (બા બેન) વય નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સમાજના મહિલા ઉપપ્રમુખ શ્રીમતી વિલાસબા વાઘેલા, CRC શ્રી જયેન્દ્રસિંહ ઝાલા તેમજ નારાણપર કુમાર શાળા ના આચાર્યશ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતો. જેમાં ઉપસ્થિત આગેવાનો તેમજ શાળા પરિવાર દ્વારા શ્રીમતી જે.આર.રાણા (બા બેન)નું સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું નિવૃત્તિ જીવન તંદુરસ્ત અને સુખમય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી બા બેન એ શાળામાં દાખલ થયા તે દિવસથી લઈને સતત 24 વર્ષ સુધી એક જ શાળામાં સેવા આપી નિવૃત્ત થઈ રહ્યા હોય ત્યારે ઉપસ્થિત લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું.
Tags
Share to other apps