આજે ગાંધીધામ ખાતે આદિવાસી ભીલ યુવા સંગઠન અને ગાંધીધામ ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અને આવનાર સમયમાં જાતિ અંગેના દાખલાઓમાં થતી હેરાનગતિ બાબતે સરકાર સામે લડત આપવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી..અને તમામ પક્ષના લોકોએ અને સંગઠનોએ એક મંચ પર આવી લડત લડવા માટેનું આહવાન કર્યું...
જેમાં વિશાળ સંખ્યા માં આદિવાસી સમાજ હાજર રહ્યો. સમાજ દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય આદિજાતિ દિલ્હીના પ્રમુખ રંજન બેન ચૌહાણ અને આદિવાસીભીલ યુવા સંગઠન ના પ્રમુખ બાબુ બાઈ રાણા ઊપ પ્રમુખ કાંન્તિ ભાઈ રાણા મહિલા પ્રમુખ તેમજ કાઉન્સિલર નેતલ બેન રાણા,મહામંત્રી મૂકેશ ભાઈ રાણા, મંત્રી જકસી ભાઈ રાણા,સંગઠન મંત્રી હીરા ભાઈ રાણા,શિક્ષણ મંત્રી ઈશ્વર ભાઈ રાણા રમેશ ભાઈ રાણા, સહ મંત્રી વિક્રમ ભાઈ રાણા, સહ મંત્રી નવધણ ભાઈ રાણા, રમત ગમત મંત્રી નવીન ભાઈ રાણા મિડિયા અને સંચાર મંત્રી પ્રકાશ ભાઈ રાણા, ખજાનચી ચેતન ભાઈ માજીરાણા. તથા આદિવાસીભીલ યુવા સંગઠન ગાંધીધામ ના તમામ લડાયક યુવા મિત્રો હાજર રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસ આનંદથી ઉજવવામાં આવ્યો........