પૂર્વ કચ્છમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતોનો અદાણી વીજ લાઇન અને ટાવરનો વિરોધ ચાલી રહ્યો છે પૂર્વ કચ્છ પોલીસ છેલ્લા ત્રણ મહિનાથી અનેક ખેડૂતોને સૂરજના કિરણ આવતા જ અટકાયત કરી અને સાંજ સુધી પોલીસ સ્ટેશનને નજર કેદ રાખે છે ! જો પોલીસ પ્રજાનો મિત્ર છે ? તો ખેડૂતો પર કેમ અન્યાય કરે છે ? સ્થાનિકો પાસે થી માહિતી મળી છે કે ખેડૂતોને ખેતરમાં કે અન્ય જગ્યાએ જવો હોય તો બ્લેક કાચમાં બેઠેલ પોલીસ કર્મી રોડ પર રોકે છે અને તે રસ્તા પરથી જવા દેતા નથી ( વાંઢિયાનાં ખેડૂતોના ખેતરમાં જવો એટલે કે લોક ડાઉન થી ઘર માંથી બારે નીકળવો ) આવો માહોલ છે, હવે તો આ પ્રજાને ન્યાય માટે ક્યાં જવો ? જોવો હવે ખેડૂતોના સમર્થનમાં આવેલ પત્રકાર અને સરકાર સુધી ખેડૂતોની સમસ્યા પહોંચાડતા જનતા દસ્તકના તંત્રી મહેશભાઇ રાજગોર પર ખોટી લૂંટની ફરિયાદ કરવામાં આવી અને પત્રકારનો અવાજ દબાવાની કોશિસ કરી હતી અને ત્યાં હાજર રહેલ 50 થી વધારે પોલીસ કર્મી અને પૂર્વ કચ્છના LCB PI,ભચાઉ dysp,સામખીયારી પોલીસ સ્ટેશનના PI અને અલગ અલગ પોલીસ સ્ટેશનના PI હાજર છતાં આવો લૂંટનો બનાવ ? આ સડયંત્ર પૂર્વક ખોટો કેસ કરવામાં આવ્યો છે
આ બાબતે ભચાઉ પત્રકાર સંગઠનના પ્રમુખ મહાવીર સિંહ રાણાએ તાત્કાલિક મિટિંગ બોલાવી હતી અને આ ખોટા કેસનો વિરોધ કર્યો હતો અને આ ખોટા કેસનો ગુજરાત હાઈ કોર્ટમાં ક્રોસ ફરિયાદ દાખલ કરી અને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ અધિકારી અને ખોટી ફરિયાદ કરનાર ફરિયાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રમુખે બાહેધરી આપી હતી. સાથે પત્રકાર જમાલભાઈ એ કહ્યો હતો કે ખોટી ફરિયાદનો વિરોધ કર્યો હતો અને અદાણીના એજન્ટ વિરોધ હાઈ કોર્ટમાં લડત કરશે તે કહ્યો હતો...
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

