આજ રોજ તારીખ 22/11/2028 ના રોજ સવારે સામખીયારી પોલીસ સ્ટેશન તથા મામલતદાર સાહેબના માર્ગદર્શન હેઠળ ભચાઉ ફાયર ટીમને કોલ પ્રાપ્ત થયો હતો કે ભચાઉ તાલુકાના વાઢિયા ગામથી આગળ લખાપર ગામ નજીકના તળાવમાં બે નાબાલિક છોકરાઓ પડી ગયા હોવાની માહિતી મળી. બંને છોકરાઓ કાલ બપોર બાદથી ગુમ હતા અને ઘટનાસ્થળે તળાવ કિનારે તેમના ચંપલ મળ્યા હતા.માહિતી મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી. શોધ દરમિયાન એક મૃતદેહ તરત મળી આવ્યો જ્યારે બીજો મૃતદેહ લગભગ 2 કલાક બાદ મળી આવ્યો.
મૃતકની વિગત નીચે મુજબ છેઃ
1. કમલેશ બેચાર કોળી, ઉંમર – 14 વર્ષ
2. દલસુખ હરખા કોળી, ઉંમર– 13 વર્ષ
આ કામગીરી દરમિયાન નીચેના કર્મચારીઓ જોડાયા હતાંઃ પ્રવીણ દાફડા,કુલદીપભાઈ,શક્તિસિંહ,મયુર રામાનંદી
ઘટનાની આગળની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.