મે.પોલીસ મહાનીરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓની
સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ચોપડવા રેલ્વે બ્રીજ પાસે આવેલ નદીના વોકળામા જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
> પકડાયેલ આરોપીઓ:-
૧) કોરશીભાઈ રતનભાઈ સંઘાર ઉ.વ.૪૨ રહે.વેસ્ટન કંપની ચોપડવા તા.ભચાઉ
(૨) રાહુલભાઈ હરભમભાઈ મણકા ઉ.વ.૨૬ રહે.વેસ્ટન કંપની ચોપડવા તા.ભચાઉ
(3) હરીભાઈ ભીખાભાઈ જેર ઉ.વ.૪૬ ૨હે. નંદગામ નાની ચીરઈ તા.ભચાઉ
(૪) મુકેશભાઈ બચુભાઈ કોલી ઉ.વ.૨૬ રહે.કે.બી.સી કંપની ચોપડવા તા.ભચાઉ
(૫)હરેશભાઈ ખીમાભાઈ ચાવડા ઉ.વ.૩૬ રહે.કે.બી.સી કંપની ચોપડવા તા. ભચાઉ
(૬) કાનાભાઈ નશાભાઈ વૈદ ઉ.વ.૬૦ રહે.જાપાવાસ ચોપડવા તા.ભચાઉ
> કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.