ભચાઉ તાલુકા નજીક આવેલી સરકારી જમીન પર મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નગલા દ્વારા સરકારી જમીન પર આવેલો ડુંગર ગેરકાયદેસર રીતે કાપી ને ગાયબ કરી નાખવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે.
સરકારી જમીન પર આવેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી એ સરકાર અને તંત્રની જવાબદારી છે, પરંતુ અહીં તો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી ડુંગર કાપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં સંબંધિત વિભાગોની મિલીભગત હોવાની પણ શંકા સેવાઈ રહી છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ખનન થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સરકારી જમીન પર બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને તંત્ર મૌન દર્શક બની બેઠું છે.
આ મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર નગલા તેમજ તેમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકારી જમીનને થયેલ નુકસાનની ભરપાઈ વસૂલ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

