રામનવમી તહેવાર પૂર્વે ભચાઉમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ..

0
આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ના રોજ ઉજવાનાર પવિત્ર રામનવમી તહેવાર નિમિત્તે ભચાઉ શહેરમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.તેના ભાગરૂપે આજ રોજ તા.
૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૧:૫૦ વાગ્યા દરમિયાન ભચાઉ શહેરના નિર્ધારિત તહેવાર રૂટ ઉપર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ)ના અધ્યક્ષસ્થાને ભચાઉ, સામખીયારી અને લાકડીયા પોલીસ સ્ટેશનના થાણા અમલદારો તથા પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન લોકોમાં ભાઈચારો, એકતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવા અને કાયદો-વ્યવસ્થાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.ભચાઉ પોલીસ દ્વારા તહેવારને લઈને સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top